June 20, 2010

Pages I found interesting on the web today.. 06/21/2010

  • HDFC બેન્ક દ્વારા એક ગ્રાહક રમેશ ચંદનું ખાતું પાનકાર્ડની વિગતો નહિ અપાતા બંધ કરાયું હતું. ઉચ્ચ ગ્રાહક અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં ખાતુ બંધ કરવાના બેન્કના વલણનો વાંક કાઢી શકાય નહિ. બેન્કે પોતાની સંમતિ વિના ખાતું બંધ કરી દેતા અપૂર્ણ નાણાંકીય વ્યવહારોથી તેને સહન કરવું પડયું હોવાની દલીલ રમેશચંદે કરી હતી.
    કમિશને તાજેતરના આદેશમાં એમ પણ જણાવ્યું હતું કે કે બેન્કને સેવામાં ઉણપ બદલ દોષિત ઠરાવી શકાય નહિ કારણ કે તેણે ફરિયાદીને યુટિલિટી પેમેન્ટ, કેશ ડીપોઝીટ્સ, ઉપાડ અને ભંડોળ ટ્રાન્સફરના વિકલ્પરૃપે તેની ડાયરેક્ટ બેન્કિંગ ચેનલ્સની સવલતો ઓફર કરી હતી. રમેશચંદે બેન્ક તેેેનુંં ખાતું પુનઃ ચાલુ કરે તેવા આદેશો માટે પંચનો આશરો લીધો હતો.

    tags: no_tag

  • tags: no_tag

    • રવિવાર, 20 જુન 2010


      Imageમુંબઈ, તા.૨૦

      તાજેતરમાં રિલીઝ થયેલી મણિ રત્નમની 'રાવણ'ના પ્રચાર વખતે અભિષેક બચ્ચને  પીટીઆઇ જેવી સમાચાર સંસ્થા અને ન્યુઝ ચેનલોમાં એવો દાવો કર્યો હતો કે ફિલ્મમાં તેણે નદીમાં ૮૦ ફૂટ ઉપરથી કુદકો મારવાનો જોખમી સ્ટન્ટ જાતે કર્યો છે. જોકે અભિષેકનો આ દાવો સાવ પોકળ સાબિત થયો છે કારણ કે બેંગ્લોરના ડાઇવિંગ ચેમ્પિયન એમ.એસ. બલરામે માહિતી આપી છે કે ફિલ્મમાં તેણે અભિષેકના બોડી ડબલ તરીકે કામ કર્યું છે અને ફિલ્મની શરૃઆતમાં જ દર્શાવવામાં આવતા જોખમી ડાઇવિંગ શોટમાં અભિષેકના બદલે તેણે ૮૦ ફૂટ ઉંડી ડાઇવ મારી હતી.

      બેંગ્લોરના ડાઇવિંગ ચેમ્પિયન બલરામે માહિતી આપી છે કે ફિલ્મમાં તેણે અભિષેકના બોડી ડબલ તરીકે કામ કર્યું છે

      ભૂતપૂર્વ નેશનલ ડાઇવિંગ ચેમ્પિયન એવા એમ.એસ. બલરામે એક સમાચારપત્રને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેના મનમાં અભિષેક બચ્ચન અને મણિ રત્નમ માટે ભારોભાર માનની લાગણી છે અને 'રાવણ'માં પોતાના સ્ટન્ટ બદલ ભારે ગર્વની લાગણી અનુભવે છે. એમ.એસ. બલરામના દાવાના કારણે 'રાવણ'ના પ્રચાર વખતે અભિષેકના ગપગોળા ખુલ્લા પડી ગયા હતા. આ ફિલ્મના પ્રચાર વખતે અભિષેકે પીટીઆઇ જેવી સમાચાર સંસ્થા તેમજ ચેનલોને બેધડકપણે જણાવ્યું હતું કે ૮૦ ફૂટ ઉપરથી ડાઇવ મારવાનો સ્ટન્ટ મણિ રત્નમે ઘણી મનાઇ કરી હોવા છતાં તેણે જાતે જ કર્યો હતો.



      એમ.એસ. બલરામ બેંગ્લોરની કેમ્પે ગોેવડા સ્વિમિંગ પુલ ખાતે કોચિંગની જવાબદારી નિભાવે છે. 'રાવણ'ના પોતાન સ્ટન્ટ વિશે વાત કરતા તેણભકહે છે કે ''મને પબ્લિસિટી કરવામાં કે પછી ખોટો વિવાદ ઉભો કરવામાં રસ નથી. મારા મનમાં બચ્ચનપરિવાર અને મણિ રત્નમ માટે બહુ માન છે અને આના કારણે જ મેં ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી. જોકે સાથે એ વાત સાચી છે કે ફિલ્મમાં મેં અભિષેક માટે સ્ટન્ટ કર્યો હતો અને એ માટે મને પુરતી રકમ આપવામાં આવી હતી અને અંતિમ ક્રેડિટમાં મને અભિષેકના બોડી ડબલ તરીકે ક્રેડિટ પણ આપવામાં આવી છે. આ ખાસ દ્રશ્યનું શૂટિંગ ૧૯ ડિસેમ્બર, ૨૦૦૮ની વહેલી સવારે કરવામાં આવ્યું હતું અને મને અભિષેકના બોડી ડબલ તરીકે આ દ્રશ્ય કરવાની તક મળી એ માટે હું મારી જાતને નસીબદાર માનું છું.''

      આ મુદ્દે વાત કરવા માટે અભિષેક બચ્ચનનો સંપર્ક થઈ શક્યો નહોતો જ્યારે 'રાવણ'ની પ્રવક્તા પારુલ ગોંસાઇએ આ વિશે કંઈ પણ કહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
  • Twitter Annotations Are Coming — What Do They Mean For Twitter and the Web?
  • tags: no_tag

  • Important Information!

    tags: no_tag

  • બેંગલોરમાં હેડકવાર્ટર ધરાવતી અગ્રણી સોફટવેર કંપનીના નવા કર્મચારીઓમાંથી લગભગ ૪૦ ટકા બિનશહેરી વિસ્તારોના હોવાનું કંપનીના સીઈઓ એસ.ગોપાલકૃષ્ણને એક સર્વેને ટાંકતા જણાવ્યું હતું.શહેરો સિવાયના વિસ્તારોમાંથી યુવકોના પ્રવેશને કંપનીએ નવું પરિવર્તન ગણાવ્યું

    tags: no_tag


Posted from Diigo. The rest of my favorite links are here.